Ezekiel 11:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જેઓ પોતાની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ ચાલે છે, તેઓની કરણીઓનો બદલો હું તેઓને માથે લાવીશ. આ પ્રભુ યહોવાહનું વચન છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જેમનાં હૃદયો ઘૃણાસ્પદ મૂર્તિઓ અને ઘૃણાસ્પદ કુરિવાજો તરફ લાગેલાં છે, તેમણે તેમનાં સર્વ કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જેઓના અંત:કરણનું વલણ તેમની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ જેઓ ધૃણાજનક અપવિત્ર મૂર્તિઓની પૂજાને વળગી રહેશે, હું તેમને તેમના બધાં કૃત્યો માટે જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.