Ezekiel 11:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહોવાહનો આત્મા મારા પર આવ્યો અને તેમણે મને કહ્યું; "બોલ, યહોવાહ આમ કહે છે; હે ઇઝરાયલી લોકો, તમે આ પ્રમાણે કહો છો, તમારા મનમાં જે વિચારો આવે છે તે હું જાણું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુનો આત્મા મારા પર ઊતરી આવ્યો અને તેમણે મને આ પ્રમાણે કહેવાનું કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, તમે એવું બોલો તો છો પણ તમારા મનમાં શા વિચારો ચાલે છે એ હું જાણું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યહોવાનો આત્મા મારા પર ઊતરી આવ્યો, ને તેણે મને કહ્યું, “બોલ, યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, તમે એ પ્રમાણે કહ્યું છે; કેમ કે તમારા મનમાં જે જે વિચારો આવે છે તે હું જાણું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ યહોવાનો આત્મા મારામાં આવ્યો અને યહોવાએ મને કહ્યું, “તું તેઓને કહે: આ યહોવાના વચન છે; હે ઇસ્રાએલીઓ, તમે શું કહો છો અને તમે શી યોજનાઓ ઘડો છો તે હું જાણું છું.