Ezekiel 11:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેથી હું પ્રભુ પરમેશ્વર કહું છું કે આ નગર ખરેખર કઢાઇ છે અને તમે જે લોકોની હત્યા કરી છે તેઓ માંસ છે; પણ તમને તો હું નગરની બહાર હાંકી કાઢીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે પ્રભુ યહોવા કહે છે કે, તમે કતલ કરેલાઓને [શહેરની] અંદર નાખ્યા છે તેઓ પેલું માંસ છે, ને આ [નગર] તે કઢાઈ છે; પણ તેમાંથી હું તમને બહાર લાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું યહોવા તમારો માલિક, તમને કહું છું કે, ‘આ નગર કઢાઇ છે એ ખરું, પણ એમાનું માંસ તમે નથી; માંસ તો તમે આ શહેરમાં જે મડદાં નાખ્યાં છે તે છે; તમને તો હું એની બહાર ફેંકી દેનાર છું.