Ezekiel 12:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: 'હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.'" તેઓને કહે કે, "સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું એ કહેવતનો અંત આણી દઇશ, અને તેઓ ઇઝરાયલમાં એ ફરી કદી દોહરાવશે નહિ. તેને બદલે તું તેમને કહે, “સમય આવી પહોંચ્યો છે અને પ્રત્યેક સંદર્શન પરિપૂર્ણ થશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હું આ કહેવત બંધ પાડીશ, ને તેઓ ઇઝરાયલમાં હવે પછી તેને કહેવત તરીકે કદી વાપરશે નહિ. પણ તેઓને કહે કે, વખત આવી પહોચ્યો છે, જેમાં દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે: ‘સમય આવ્યો છે અને એકેએક ભવિષ્યવાણી સાચી પડવાની જ છે!’