Ezekiel 12:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું દિવસે તેઓના દેખતાં તારી મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. લોકો બંદીવાનની જેમ બહાર આવે તેમ સાંજે તેઓના દેખતાં ચાલી નીકળ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું દિવસે તેમનાં દેખતાં દેશવટે જવા માટેનો તારો સામાન બહાર કાઢ. સાંજે તેમનાં દેખતાં જેમ દેશનિકાલ થયેલાઓ ચાલી નીકળે છે તેમ ઘરમાંથી ચાલી નીકળ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું દિવસે તેઓના દેખતાં તારો મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ; અને જેમ લોક દેશનિકાલને માટે ચાલી નીકળે છે તેમ તું પોતે સાંજે તેમના દેખતાં ચાલી નીકળ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તારી મુસાફરીનો સામાન બાંધીને તેઓ જુએ તેમ દિવસ દરમ્યાન તારા ઘરમાંથી બહાર કાઢી લાવ. પછી જેમ કેદીઓને દૂરના દેશોમાં લઇ જવામાં આવે છે તે પ્રમાણે સાંજે તેઓની હાજરીમાં ઘરમાંથી બહાર નીકળી પડ.