Ezekiel 12:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં કર્યું. જાણે દેશવટે જવાનો હોઉં એમ મેં મારો સરસામાન દિવસે તૈયાર કર્યો, અંધારું થયું ત્યારે મારે હાથે દીવાલમાં બાકોરું પાડયું, ને તેમની નજર સામે સામાન ખભે ચડાવીને ચાલી નીકળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી જેમ મને આજ્ઞા કરવામાં આવી હતી તેમ મેં કર્યું:મેં મારો લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢ્યો, ને સાંજે મેં મારા પોતાના હાથથી કોટમાં બાકું પાડ્યું. હું સામાનને અંધારામાં બહાર કાઢી લાવ્યો, ને તેઓના દેખતાં સામાનને મારી ખાંધ પર મૂક્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે જ મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં જ રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો.