Ezekiel 13:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દીવાલને તમે ચૂનો કર્યો છે તેને હું તોડી પાડીશ, હું તેને જમીનદોસ્ત કરી નાખીશ અને તેના પાયા ખુલ્લા થઈ જશે. તે પડી જશે અને તમે બધા તેની નીચે કચડાઈને મરી જશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ તમે જે ભીંત પર ચૂનાના લપેડા કર્યા છે તેને હું પાડી નાખીશ; તેને હું એવી તો જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઇ જશે. એ ભીંત તૂટી પડશે ત્યારે તમે બધાં તેની નીચે નાશ પામશો, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ જે ભીંતને કાચા કોલથી લપેડી મૂકી છે તેને હું તોડી પાડીશ, ને તેને એવી જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઈ જશે. અને તે પડી જશે,, ને તમે તેની નીચે નાશ પામશો. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે દિવાલ પર ચૂનો ધોળ્યો છે તેને હું તોડી પાડીશ, ભોયભેગા કરી નાખીશ, તેના પાયા ખુલ્લા પડી જશે. અને એ પડશે ત્યારે તમે એની નીચે કચઢાઇને મરી જશો. ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.