Ezekiel 13:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે તમારા દોરાધાગાથી લોકોના જીવોનો પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું. હું તેઓને તમારા હાથ પરથી ફાડી નાખીશ, જે લોકોને તમે પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓને હું છોડી મૂકીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમે માણસોને પક્ષીઓની જેમ વશ કરવા જે તાવીજો વાપરો છો, તેની હું વિરુદ્ધ છું. હું એ તાવીજોને તમારા હાથ પરથી તોડી નાખીશ અને જેમનો તમે પક્ષીઓની જેમ શિકાર કર્યો છે તેમને હું મુક્ત કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તમારાં જે તાવીજો વડે તમો જીવોનો પક્ષીઓની જેમ શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું, ને તેમને હું તમારા હાથ પરથી ફાડી નાખીશ; અને તમે જે જીવોનો પક્ષીઓની જેમ શિકાર કરો છો તે જીવોને હું છોડાવી લઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહોવા આ પ્રમાણે કહે છે: તમે તમારા દોરાધાગાથી મારા લોકોને પક્ષીઓની માફક સપડાવ્યા છે. હું તમારા દોરાધાગાની વિરુદ્ધ છું. હું એ દોરાધાગા તમારા હાથ પરથી તોડી નાખીશ અને તમે જેઓને વશમાં રાખવા માંગો છો તેમને હું છોડી મૂકીશ.