Ezekiel 13:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા બુરખાઓને હું ફાડી નાખીશ અને મારા લોકોને તમારામાંથી છોડાવીશ, હવે પછી તેઓ તમારા હાથમાં ફસાશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમારા રુમાલોને ફાડી નાખીશ અને મારા લોકોને તમારા અંકુશમાંથી છોડાવીશ અને તેઓ હવે પછી તમારા ફાંદામાં ફસાશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા બુરખાઓને પણ હું ફાડી નાખીશ, ને મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ, ને તેઓ હવે પછી શિકાર તરીકે તમારા હાથમાં આવશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા બુરખાઓને હું ફાડી નાખીશ. અને મારા લોકોને તમારામાંથી બચાવી લઇશ. હવે પછી તેઓ તમારી જાળમાં ફસાશે નહિ, અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.