Ezekiel 13:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જે પ્રબોધકો જૂઠાં સંદર્શન જુએ છે તથા જૂઠા શકુન જુએ છે તે પ્રબોધકો વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ઇઝરાયલ લોકોના અહેવાલમાં નોંધવામાં નહિ આવે, તેઓ ઇઝરાયલના દેશમાં જશે નહિ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું જૂઠાં દર્શનો જોનાર અને જૂઠી આગાહીઓ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધમાં પડયો છું. તેમને મારા લોકની સભામાં સ્થાન નહિ હોય, ઇઝરાયલનાં કુળોની નામાવલિમાં તેમનાં નામ નહિ નોંધાય. તેઓ ઇઝરાયલ દેશમાં ફરી પાછા પ્રવેશ કરી શકશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે પ્રબોધકો વ્યર્થ સંદર્શન તથા જૂઠા શકુન જુએ છે તેઓની વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ને તેઓ ઇઝરાયલ લોકોના દફતરમાં નોંધાશે નહિ, ને તેઓ ઇઝરાયલના દેશમાં પ્રવેશ કરશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખોટાં સંદર્શનની વાત કરનાર અને જૂઠી વાણી ઉચ્ચારનાર પ્રબોધકોને હું સજા કરનાર છું. મારા લોકોની સભામાં તેમને સ્થાન નહિ મળે તેમના નામ ઇસ્રાએલીઓના ઇતિહાસમાં નોંધવામાં નહિ આવે. તેઓ ઇસ્રાએલની ધરતી પર ફરીથી પગ મૂકી શકશે નહિ. અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.