Ezekiel 14:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે," જોકે આ ત્રણ માણસો તેમાં હોય, "તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઈને કહું છું કે તે ત્રણ માણસો તે દેશમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. તેઓ ફક્ત પોતાની જિંદગી જ બચાવી શકશે; પણ તે દેશ તો ઉજ્જડ બની જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જો કે એ ત્રણ માણસો તેમાં હોય, તોપણ તેઓ પોતાના પુત્રોને તેમ જ પોતાની પુત્રીઓને ઉગારી શકશે નહિ, તેઓ ફકત પોતે જ બચવા પમશે, પણ દેશ તો ઉજ્જડ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જો આ ત્રણ માણસો ત્યાં હોત તો તેઓ પોતાના પુત્ર-પુત્રીઓને બચાવી શક્યા ન હોત. તે ત્રણ માણસો માત્ર પોતાના જીવ બચાવી શક્યા હોત. અને આખો દેશ વેરાન અને ઉજ્જડ થઇ જાત.” એમ યહોવા કહે છે.