Ezekiel 14:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે," જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો પણ હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જ જિંદગી બચાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જો કે એ ત્રણ માણસો તેમાં હોય તોપણ તેઓ પોતાના પુત્રોને કે પોતાની પુત્રીઓને ઉગારી શકશે નહિ, પણ ફક્ત તેઓ પોતે જ બચવા પામશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય તોયે, હું યહોવા મારા માલિક, મારા જીવના સમ ખાઇને કહું છું કે, તેઓ પોતાના બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; તેઓ ફકત પોતાના જ પ્રાણ બચાવી શકશે.” આ યહોવા મારા માલિકના વચન છે.