Ezekiel 14:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે" જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ તેમાં હોય તોપણ તેઓ પોતાના પુત્રોને કે પોતાની પુત્રીઓને ઉગારી શકશે નહિ. તેઓ પોતાની નેકીથી ફકત પોતાના જ જીવ બચાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો નૂહ, દાનિયેલ અને અયૂબ એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય, તોયે હું, સર્વસમર્થ યહોવા, મારા પ્રાણના સોગંધ ખાઇને કહું છું કે, તેઓ પોતાનાં બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; પોતાના નીતિવંત આચરણથી તેઓ ફકત પોતાના પ્રાણ બચાવી શકશે.”