Ezekiel 14:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: "યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે- દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિક કહે છે: “એ કેટલું વધારે ભયંકર હશે, જ્યારે હું મારી ચારે ચાર આકરામાં આકરી શિક્ષાઓ યરૂશાલેમના માણસોનો અને પશુઓનો સંહાર કરવા માટે મોકલીશ- યુદ્ધ, દુકાળ, રોગચાળો, અને જંગલી પશુઓ.