Ezekiel 14:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ જુઓ, તેમાંના એક ભાગને જીવતો રાખવામાં આવશે, તેઓને, દીકરા અને દીકરીઓને બહાર લઈ જવામાં આવશે. જુઓ, તેઓ તમારી પાસે બહાર આવશે, તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, જે શિક્ષા મેં યરુશાલેમ પર મોકલી છે તે વિષે, એટલે જે સર્વ મેં દેશ પર મોકલ્યું છે તે વિષે તમારા મનમાં સાંત્વન થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમ છતાં તેઓમાંથી કોઈક બચી જાય અને પોતાનાં પુત્ર-પુત્રીઓને પણ બચાવી શકે અને એ બચી ગયેલાઓ તમારી પાસે આવે અને તમે તેમનાં વર્તન અને આચરણો જોશો ત્યારે યરુશાલેમને મેં કરેલી સજા કેવી વાજબી છે તે વિષે તમને ખાતરી થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ જુઓ, તેમાંના એક ભાગને જીવતો રાખવામાં આવશે, તેઓને, એટલે પુત્રોને તથા પુત્રીઓને બહાર લઈ જવામાં આવશે. ને તમે તેમનાં આચરણ તથા તેમનાં કૃત્યો જોશો. અને જે આપત્તિ હું યરુશાલેમ ઉપર લાવ્યો છું તે વિષે, એટલે જે સર્વ મેં તેના પર વિતાડ્યું છે તે વિષે તમારા મનનું સાંત્વન થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છતાં તેઓમાંથી થોડા છટકી જવા પામશે અને તે પુત્ર પુત્રીઓને બંધકો તરીકે બાબિલમાં લઇ જવાશે અને તેઓ તમારી સાથે જોડાશે. ત્યારે તમે તેઓની ખરાબ વર્તણૂંક તમારી પોતાની આંખે નિહાળશો. ત્યારે તમે મારો યરૂશાલેમનો વિધ્વંસ તથા જે પ્રત્યેક શિક્ષા મેં ત્યાં મોકલી તે વિષે સમજશો.