Ezekiel 14:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, ત્યારે તમારું મન સાંત્વન પામશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ બાબતો મેં તેની વિરુદ્ધ કરી છે તે અમથી કરી નથી." આમ પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેમનાં વર્તન અને આચરણ પરથી તમને સમજાશે કે મેં તેમને વિના કારણ સજા કરી નથી. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના આચરણ તથા તેમનાં કૃત્યો તમે જોશો, ત્યારે તે પરથી તમારા મનનું સાંત્વન થશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ મેં તે પર વિતાડ્યું છે તે કારણ વગર કર્યું નથી, એમ પ્રભુ યહોવા કહે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે તેઓ કેવા દુષ્ટ છે તે જોઇને તમને ખાતરી થશે અને તમને સમજાશે કે મેં જે કઇં કર્યું છે તે વગર કારણે કર્યું નથી.” આ યહોવા મારા માલિકના વચન છે.