Ezekiel 14:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઇઝરાયલી લોકોને કહે કે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે: પસ્તાવો કરો અને તમારી મૂર્તિઓથી પાછા ફરો. તમારા મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી ફેરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી તું ઇઝરાયલી લોકને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પાપથી પાછા ફરો, તમારી ઘૃણિત મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારાં ધિક્કારપાત્ર કૃત્યોથી વિમુખ થાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો. અને તમારાં મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી અવળા ફેરવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેથી તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારા અધર્મ આચારો છોડી દો.