Ezekiel 14:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેની વિરુદ્ધ થઇ જઇશ અને બીજાઓને દાખલો બેસાડવા તેને કહેવતરૂપ બનાવી દઇશ અને હું તેને મારા લોકમાંથી કાઢી મૂકીશ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મારું મુખ તે મણસની વિરુદ્ધ રાખીશ, ને તેને ચિહ્ન તરીકે તથા કહેવત તરીકે અચંબારૂપ કરીશ, ને તેને હું મારા લોકોમાંથી કાપી નાખીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું એ માણસની વિરુદ્ધ થઇ જઇશ: હું તેની એવી દશા કરીશ કે જેથી લોકોને દાખલો બેસે, અને કહેવતરૂપ બને. મારા લોકો વચ્ચેથી હું તેને કાપી નાખીશ. અને તમે જાણશો કે હું યહોવા છું.