Ezekiel 15:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ તો માત્ર અગ્નિ પેટાવવાના જ કામનું છે. અગ્નિમાં તેના બન્‍ને છેડા સળગી ઊઠે છે અને વચલો ભાગ પણ બળી જાય છે. તો પછી એ કોઇ ઉપયોગમાં આવે ખરું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે. અગ્નિએ તેના બન્ને છેડા ભસ્મ કર્યા છે, ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને માટે ઉપયોગી છે શું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે તેના બંને છેડા સળગવા લાગે છે અને વચ્ચેનો ભાગ ખાખ થઇ જાય છે. પછી એ શા કામમાં આવે?