Ezekiel 15:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ. જોકે તેઓ અગ્નિમાંથી બહાર નીકળી જશે તોપણ અગ્નિ તેઓને બાળી નાખશે. જ્યારે હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તેઓની વિરુદ્ધ થઇ જઇશ, તેઓ એક આગમાંથી બચી જશે તોપણ તેઓ બીજી વારની આગમાં બળી મરશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.