Ezekiel 16:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી મેં તને ભરતકામવાળાં વસ્ત્રો તથા તારા પગમાં ચામડાનાં ચંપલ પહેરાવ્યાં. મેં તારી કમરે શણનો કમરબંધ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં અને તને સુંદર ચામડાની મોજડીઓ આપી. મેં તને અળસીરેસાનો શ્વેત દુપટ્ટો બાંધ્યો અને તને રેશમી વસ્ત્ર પહેરાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં, ને તારે પગે મિસરી ચામડાની મોજડીઓ પહેરાવી ને તારી કમરે ઝીણા શણના કપડાનો કમરબંધ બાંધ્યો, ને તને રેશ્મી [વસ્ત્ર] પહેરાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી મેં તને ભરતકામ કરેલાં વસ્ત્રો તથા ઉત્તમ ચામડાની મોજડી પહેરાવ્યાં. મેં તારે માથે શણનો રૂમાલ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.