Ezekiel 16:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સોનાચાંદીથી તને શણગારી તને શણ, રેશમ તથા ભરતકામનાં વસ્ત્રો પહેરાવ્યાં; તેં ઉત્તમ લોટ, મધ તથા તેલ ખાધાં, તું વધારે સુંદર લાગતી હતી, તું રાણી થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તને સોનાચાંદીનાં આભૂષણોથી સજાવી. તારાં વસ્ત્રો શ્વેત અળસીરેસાનાં, રેશમ અને બુટાદાર ભરતકામનાં હતાં. મેંદો, મધ અને ઓલિવતેલ તારો ખોરાક હતો. તારું સૌંદર્ય આંજી નાખે તેવું હતું. તું રાજરાણીના પદને યોગ્ય બની ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આવી રીતે મેં સોનારૂપાથી તને શણગારી હતી; અને તારો પોશાક ઝીણા શણનો તથા રેશમનો તથા બુટ્ટાદાર ભરતકામનો હતો. તું મેંદો, મધ તથા તેલ ખાતી હતી. તું અતિશય સુંદર હતી, ને તું આબાદ થઈને તને રાજપદવી મળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સોનાચાંદીના તારા અલંકારો હતાં. શણ, રેશમ અને જરીયાનનાં તારાં વસ્ત્રો હતાં. ઉત્તમોત્તમ લોટ, મધ અને જૈતતેલ તારો ખોરાક હતો. તેથી પહેલા કરતાં પણ તું વધારે સુંદર લાગતી હતી. તું રાણી જેવી રૂપાળી લાગતી હતી અને તું સાચે જ રાણી હતી!