Ezekiel 16:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી સુંદરતાને કારણે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ છે, કેમ કે યહોવાહ કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ટિત કરી હતી, તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ થયું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા સર્વાંગસંપૂર્ણ સૌંદર્યને લીધે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઇ ગઇ. કારણ, મેં જ તને એ વૈભવ બક્ષ્યો હતો. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા સૌદર્યને લીધે તારી કિર્તી સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ; કેમ કે યહોવા કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ઠિત કરી હતી તેથી કરીને [તારું સૌદર્ય] પરિપૂર્ણ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારાં રૂપની સુંદરતાને કારણે તારી ખ્યાતી સર્વ પ્રજાઓમાં પ્રસરી ગઇ હતી. તું સંપૂર્ણ સ્ત્રી લાગતી હતી, કારણ કે મેં તને સર્વ ભેટો આપી હતી.’” એમ યહોવા મારા માલિક કહે છે.