Ezekiel 16:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારાં આ ધિક્કારપાત્ર કૃત્યો અને વ્યભિચાર કરતી વખતે તને કદી તારું બાળપણ યાદ ન આવ્યું કે, જ્યારે તું નાગી ઉઘાડી તારા પોતાના લોહીમાં આળોટતી હતી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચારો કરતી વખતે તેં તારી યુવાવસ્થાના દિવસો કે, જ્યારે તું નગ્ન તથા ઉઘાડી હતી ને પોતાના લોહીમાં આળોટતી હતી, તે દિવસોનું સ્મરણ કર્યું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા વ્યભિચાર અને પાપના આ બધાં વર્ષોમાં તે કદી વિચાર કર્યો નહિ કે તારા બાળપણમાં તું નગ્ન હતી અને લોહીમાં તરફડતી હતી.”