Ezekiel 16:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે અને તારી ખોરાકીનો નિયત હિસ્સો ઘટાડી દીધો છે. મેં તને તારા શત્રુ એટલે પલિસ્તી કન્યાઓના હાથમાં સોંપી દીધી હતી. તેઓ પણ તારા લંપટ આચરણથી શરમાઇ ગઇ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે જો, મેં મારો હાથ તારા પર લંબાવીને તારું ભથ્થું ઘટાડી નાખ્યું છે, ને મેં તને તારી વેરણો, એટલે પલિસ્તીઓની પુત્રીઓની ઇચ્છાને સ્વાધીન કરી છે, ને તેઓ તારા લંપટ આચરણથી શરમિંદી પડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને હવે મેં તારી સામે મારો હાથ ઉગામ્યો છે. મેં તારી ખોરાકી-પોશાકી ઘટાડી નાખી છે અને તારા શત્રુઓના હાથમાં તને સોંપી દેવામાં આવી છે. અરે પલિસ્તીઓની પુત્રીઓ તારી નિર્લજ વર્તણૂંકથી તું શરમાઇ ગઇ છે.