Ezekiel 16:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પુરુષો વેશ્યાને બક્ષિસો આપે છે, પણ તું તો તારા બધા આશકોને બક્ષિસો આપે છે અને તેઓ ચારે તરફથી તારી સાથે વ્યભિચાર કરવા આવે તે માટે તું તેમને લાંચ આપે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ વેશ્યાઓને તો લોકો બક્ષિસો આપે છે! પણ તું તો તારા સર્વ આશકોને બક્ષિસો આપે છે! ને તારી સાથે વ્યભિચાર કરવાને માટે તેઓ ચોતરફથી આવે તે માટે તું તેઓને લાંચ આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વારાંગના તો પૈસા લે છે, પણ તું તો તારા બધા પ્રેમીઓને ભેટ આપે છે, તું તો તેમને બધેથી તારી સાથે વ્યભિચાર કરવા લલચાવી લાવવા લાંચ આપે છે.