Ezekiel 16:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તારી અને બીજી ગણિકાઓ વચ્ચે તફાવત છે, કેમ કે કોઈ તારી સાથે સૂવાને તારી પાછળ આવતું નથી, પણ તું તેઓને વેતન આપે છે, કોઈ તને આપતું નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી વેશ્યાવૃત્તિની બાબતમાં તો તું બીજી સ્ત્રીઓ કરતાં જુદી પડે છે. કોઇ તારી સાથે વ્યભિચાર કરવા પાછળ પડતો નથી; તું તેમને તે માટે વેતન આપે છે, નહિ કે તને કોઇ વેતન આપે છે. આમ, તું સાવ વિચિત્ર છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા વ્યભિચારની બાબતમા તો તારી રીત [બીજી વ્યભિચારી] સ્ત્રીના કરતા ઊલટી છે, એટલે કે વ્યભિચાર કરવાને માટે કોઈ તારી પાછળ નથી આવતો, પણ તું વેતન આપે છે ને તને કોઈ વેતન આપતું નથી, તેને લીધે તારી વાત તો ઊલટી જ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું બીજી વારાંગનાઓ કરતાં જુદી જ છે. કોઇ તને પૈસા આપતું નથી પણ તું સામેથી તેઓને પૈસા આપે છે. તું સાચે જ જુદા પ્રકારની છે.”