Ezekiel 16:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ એવું કહે છે: "તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તેં તારા આશકો સાથેની તારી વેશ્યાગીરીમાં તારી આબરૂ લૂંટાવી છે અને તારી લાજ ઉઘાડી પાડી છે તેને લીધે અને તારાં ઘૃણાસ્પદ કૃત્યોની સર્વ મૂર્તિઓને લીધે અને એ મૂર્તિઓને અર્પણ કરેલાં તારા સંતાનોના લોહીને લીધે હું આમ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા એમ કહે છે કે, તારી મલિનતા રેડવામાં આવી, ને તારા આશકો સાથેના તારા વ્યભિચારથી તારી નગ્નતા ઉઘાડી થઈ તેને લીધે, ને તારા ધિક્કારપાત્ર કૃત્યોની સર્વ મૂર્તિઓને લીધે, તથા તેઓને અર્પણ કરેલાં તારાં છોકરાંના ખૂનને લીધે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યહોવા મારા માલિકના વચન છે: “તેં વસ્ત્રો ઉતારી નાખી તારા દેહને નગ્ન કરી તારા પ્રેમીઓ અને તારી એ ધૃણાજનક મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં તારા બાળકોનો વધ કરીને એ મૂર્તિઓને ભોગ ધરાવ્યો છે,