Ezekiel 16:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તને તેઓના હાથમાં આપી દઈશ જેથી તેઓ તારો ઘૂમટ પાડી નાખશે અને તારાં મંદિરો તોડી નાખશે, તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઈ લેશે; તેઓ તને નિર્વસ્ત્ર તથા ઉઘાડી મૂકી જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તને તેમના હાથમાં સોંપી દઇશ અને તેઓ તારી મૂર્તિપૂજાનાં સ્થાનકો અને વ્યભિચારના ચોતરા તોડી પાડશે. તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે, તારા અલંકારો લઇ લેશે અને તને સાવ નાગી ઉઘાડી છોડી દેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હું તને તેઓના હાથમાં આપી દઈશ કે, જેઓ તારો ઘૂમટ પાડી નાખશે, ને તારા ચોતરા તોડી પાડશે. તેઓ તારાં વસ્ત્ર તારા અંગ પરથી ઉતારી લેશે ને તારાં સુંદર ઘરેણા લઈ લેશે, અને તેઓ તને નગ્ન તથા ઉઘાડૌ મૂકી જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને અને તારા પ્રેમીઓને હું બીજા અનેક દેશોને સુપ્રત કરીશ કે જે તારો નાશ કરે. તેઓ તારાં વારાંગનાગૃહો અને મૂર્તિઓની વેદીઓને તોડી નાખશે અને તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઇ લેશે અને તને શરમજનક નગ્ન અવસ્થામાં છોડીને ચાલ્યા જશે.