Ezekiel 16:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારો જન્મ જે દિવસે થયો તારી માએ તારી નાળ કાપી ન હતી, કે તને પાણીથી શુદ્ધ કરી ન હતી કે તને મીઠું લગાડ્યું ન હતું, કે તને વસ્ત્રોમાં લપેટી ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું જન્મી તે દિવસે કોઈએ તારી નાળ કાપી નહોતી. પાણીથી નવડાવીને તને સ્વચ્છ કરી નહોતી, કોઈએ તને મીઠું ચોળ્યું નહોતું કે તને વસ્ત્રમાં લપેટી નહોતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા જન્મ વિષેની હકીકત નીચે પ્રમાણે છે: તું જન્મી તે દિવસે તારી નાળ કાપી નહોતી, ને પાણીથી નવડાવીને તને સ્વચ્છ પણ કરી નહોતી. તને મીઠું તો બિલકુલ લગાડ્યું નહોતું, તેમ લૂગડાથી લપેટી પણ નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું જે દિવસે જન્મી તે દિવસે તારી નાળ કાપનાર કે તને નવડાવનાર કે તને મીઠું ચોળનાર કે તને કપડામાં લપેટનાર કોઇ નહોતું.