Ezekiel 16:51 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમરૂને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં જેટલાં પાપો કર્યા છે, તેનાથી અર્ધાં પાપ પણ સમરૂને કર્યાં નહોતાં. તેં તો તારી બહેનો કરતાં એટલાં અધિક ઘૃણાસ્પદ કૃત્યો કર્યાં છે કે તારી સરખામણીમાં તેઓ વધુ સારી લાગે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સમરૂને તારાથી અર્ધા પાપ પણ નથી કર્યા, પણ તેં તેમના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે, ને જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેઓથી તેં [તારા પ્રમાણમાં] તારી બહેનોને નિર્દોષ ઠરાવી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ કહે છે, “સમરૂને તો તારા કરતાં અડધાં પાપ પણ કર્યા નહોતાં. તેં તારી બહેનો કરતાં એટલા બધાં વધુ અધમ પાપ કર્યા છે કે તારી સરખામણીમાં તો તેઓ સારી લાગે છે.