Ezekiel 16:52 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારે તો તારાં કૃત્યો માટે લજ્જિત થવું જોઈએ. તારી બહેનોનાં પાપની સરખામણીમાં તારાં પાપ એટલાં અધમ છે કે તેઓ નિર્દોષ લાગે. તું તારી બહેનોને પણ બિનગુનેગાર ઠરાવે તેવી છે. તેથી તારે લજવાવું પડશે અને ફજેત થવું પડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેં તારી બહેનોના લાભમાં ન્યાય ચૂકવ્યો છે, તેથી પણ તું લજ્જિત થા. તેં તેઓના કરતાં અધિક ધિક્કારપાત્ર કુકર્મો કર્યા છે, તેથી તેઓ [પ્રમાણમાં] તારા કરતાં ન્યાય ઠરી છે. હા, તેં તારી બહેનોને પ્રમાણમાં નિર્દોષ ઠરાવી છે, તેથી તું પણ ઝંખવાઈ જા ને તારી ફજેતી વહોરી લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે તારે તારાં કૃત્યો માટે શરમાવુ જોઇએ. તારાં પાપ તારી બહેનોના પાપ કરતાં એટલા તો વધારે છે કે તેઓ તારી તુલનામાં નિર્દોષ લાગે છે. તું તારી બહેનોને પણ નિર્દોષ કહેવડાવે એવી છે એટલે જરૂર તારે લજ્જિત થઇને ફજેતી વહોરીને ચાલવું પડશે.”