Ezekiel 16:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ હું ત્યાંથી પસાર થયો અને મેં તને તારા રક્તમાં આળોટતી જોઈ; ત્યારે મેં તને કહ્યું, તારા રક્તમાં પડેલી તું, 'જીવ!'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી પાસે થઇને જતાં મેં તને તારા પોતાના જ લોહીમાં લથપથ થઇને આળોટતી જોઇ; તું તો લોહીમાં આળોટતી હતી તોયે મેં તને કહ્યું, ‘જીવી જા.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી પાસે થઈને જતાં મેં તને તારા લોહીમાં આળોટતી જોઈ, ત્યારે મેં કહ્યું કે, તારા લોહીમાં [પડેલી છતાં] તું જીવ; હાં, મેં તને કહ્યું કે, તારા લોહીમાં [પડેલી છતાં] જીવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘એવામાં હું ત્યાંથી નીકળ્યો અને મેં તને તારા લોહીમાં તરફડતી જોઇ. તું લોહીમાં ખરડાયેલી હતી ત્યારે મેં તને જીવાડવાનું વિચાર્યું.