Ezekiel 16:63 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમના લીધે પોતાનું મુખ પણ ફરીથી નહિ ખોલે."' એવું પ્રભુ યહોવાહ કહે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેં જે જે કર્યું છે તે સર્વની હું તને માફી અપીશ, ત્યારે તું તેનું સ્મરણ કરીને ઝંખવાણી પડશે, ને તારી ફજેતી થવાને લીધે તું કદી તારું મુખ ફરીથી ઉઘાડશે નહિ, ” એવું પ્રભુ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમની મારી બોલી પણ નહિ શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.