Ezekiel 16:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખેતરમાં ઊગી નીકળતા છોડની જેમ મેં તને ઉછેરી. તું પુખ્ત બની અને તારી યૌવનાવસ્થા ખીલી ઊઠી, તારાં સ્તન પણ વિકસ્યાં ને તારા વાળ ઊગ્યા, તેમ છતાં હજી તું તો સાવ નાગી ઉઘાડી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તારી સંખ્યા ખેતરની ફસલ જેટલી વધારી, ને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, ને તેં સૌદર્ય સંપાદન કર્યું. તારાં સ્તન પણ ઊપસી આવ્યાં, ને તારા વાળ વધ્યા; તેમ છતાં તું નગ્ન તથા ઉઘાડી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી અને તું મોટી થતી થતી યુવાનીમાં પ્રવેશી. તારાં સ્તન ભરાવદાર થયાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નગ્નાવસ્થામાં હતી.