Ezekiel 17:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો? જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને રોપ્યો તો ખરો, પણ શું એ ફાલશેફૂલશે? પૂર્વના પવનો તેના પર ફૂંકાશે ત્યારે શું તે તેના સપાટાથી સુકાઇ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં જ સુકાઇ નહિ જાય?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, જુઓ, રોપાયું, પણ શું તે ફાલશે? પૂર્વનો વાયુ લાગતાં શું તે છેક ચીમળાઈ નહિ જશે? જે ક્યારામાં તે ઊગ્યું હતું તેમાં જ તે ચીમળાઈ જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એને રોપ્યો છે એ ખરું, પણ એ ફૂલશેફાલશે ખરો? જ્યારે પૂર્વના પવનો વાશે ત્યારે એ સુકાઇ નહિ જાય? જે બગીચામાં એ ઊગ્યો છે ત્યાં ને ત્યાં એ ચીમળાઇ નહિ જાય?”