Ezekiel 17:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત એરેજવૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના ઊંચા પર્વત પર હું તેને રોપીશ. તેને ડાળીઓ ફૂટશે, તેને ફળ આવશે, ને તે એક મજાનું એરેજવૃક્ષ થશે. તેની નીચે સર્વ પ્રકારની પાંખોવાળાં સર્વ પક્ષીઓ વાસો કરશે. તેની ડાળીઓની છાયામાં તેઓ વસશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ. એને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, અને એ ભવ્ય એરેજવૃક્ષ બનશે. તમામ પ્રકારના પંખીઓ એની વિશાળ શાખાઓની છાયામાં વાસો કરશે.