Ezekiel 17:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વનનાં સર્વ વૃક્ષો જાણશે કે હું યહોવાહ છું, હું ઊંચાં વૃક્ષોને નીચાં કરું છું અને નીચાં વૃક્ષોને ઊંચાં કરું છું; હું લીલાં વૃક્ષને સૂકવી નાખું છું અને હું સૂકા વૃક્ષને લીલાં બનાવું છું, હું યહોવાહ છું; મેં તે કહ્યું છે અને હું તે કરીશ!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે દેશનાં સર્વ વૃક્ષો જાણશે કે હું પ્રભુ છું. હું જ ઊંચાં વૃક્ષોને નીચાં ને નીચાં વૃક્ષોને ઊંચાં બનાવું છું. હું લીલાં વૃક્ષોને સૂકવી નાખું છું ને સૂકાં વૃક્ષોને ખીલવું છું. હું પ્રભુ આ બોલ્યો છું અને હું તે પાર પાડું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વનનાં સર્વ વૃક્ષો જાણશે કે મેં યહોવાએ ઊંચા ઝાડને નીચે કર્યુ છે, નીચા ઝાડને ઊંચું કર્યું છે, લીલા ઝાડને સૂકવી નાખ્યું છે, ને સૂકા ઝાડને ખીલવ્યું છે; હું યહોવા તે બોલ્યો છું, ને મેં તે પાર પાડ્યું છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વનનાં બધા વૃક્ષોને ખબર પડશે કે હું, યહોવા, ઊંચા વૃક્ષોને નીચાં કરું છું અને નીચા વૃક્ષોને ઊંચા કરું છું; લીલાં વૃક્ષને હું સૂકવી નાખું છું અને સૂકા વૃક્ષને હું ફરી લીલા બનાવું છું, આ મેં યહોવાએ કહ્યું છે અને હું તેમ કરીશ.”