Ezekiel 17:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં. તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દ્રાક્ષાવેલાને કૂંપળો ફૂટી અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ ઊંચી વધીને ગરુડ તરફ ફેલાઇ અને તેના મૂળ ઊંડાં ગયાં. તે વેલો ડાળીઓ અને પાંદડાંથી છવાઇ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તો વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો, તેની ડાળીઓ તેની તરફ વળી, ને, તેનાં મૂળ તેની નીચે હતાં. એવી રીતનો તે દ્રાક્ષાવેલો બન્યો, ને તેને કાળીઓ આવી ને કૂંપળો ફૂટી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વેલો વધવા લાગ્યો અને તે વધીને ઊંચો ન થયો પણ બધી દિશામાં ફેલાઇ ગયો. તેની શાખાઓ ઉગી ત્યાં નવા ફણગાં ફૂટયાં અને તેનાં મૂળ ઊંડા ગયાં. આખો વેલો ડાળીઓ અને કૂંપળોમાં ફેલાઇ ગયો.