Ezekiel 17:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો. અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં, તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિશાળ પાંખોવાળો અને ભરાવદાર પીંછાવાળો એક બીજો મોટો ગરુડ હતો. પેલા દ્રાક્ષાવેલાએ પોતાને જ્યાં રોપવામાં આવ્યો હતો તે ક્યારામાંથી પોતાનાં મૂળ અને પોતાની ડાળીઓ એ ગરુડ તરફ ફેલાવ્યાં, કે જેથી તે તેને વધારે પાણી સીંચે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી એક બીજો મોટી પાંખોવાળો તથા ઘણાં પીંછાવાળો ગરૂડ પક્ષી હતો. ક્યારામાં રોપવામાં આવ્યો હતો તે ક્યારામાંથી પોતાનાં મૂળિયાં તેની તરફ વાળ્યાં, ને પોતાની ડાળીઓ તેની તરફ ફેલાવી કે, જેથી તે એને પાણી સિંચે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એવામાં બીજો એક મોટો ગરૂડ આવ્યો. તેની પાંખો વિશાળ હતી. તેને પુષ્કળ પીછાં હતાં. પેલા દ્રાક્ષના વેલાએ પોતાનાં મૂળીયાં તેના તરફ વાળ્યાં, ડાળીઓ તેના તરફ ફેલાવી, એવી આશાએ કે તે એને જ્યાં ઊગેલો હતો તે બગીચા કરતા વધારે પાણી પાશે.