Ezekiel 17:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો, જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે એ દ્રાક્ષાવેલાને તો ફળદ્રુપ ભૂમિમાં મોટા જળાશય પાસે જ રોપવામાં આવ્યો હતો કે જેથી તેને ડાળીઓ ફૂટે અને તેને ફળ આવે અને તે ઉત્તમ દ્રાક્ષાવેલો બને.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને સારી જમીનમાં મોટા જળાશયને કિનારે રોપવામાં આવ્યો હતો, જેથી તેને ડાળીઓ ફૂટે ને તેને ફળ આવે, ને એમ તે મજાનો દ્રાક્ષાવેલો બને.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કે આ દ્રાક્ષાવેલો પુષ્કળ પાણીવાળો અને ફળદ્રુપ જમીનમાં રોપેલો હતો. તેથી પુષ્કળ પાંદડાં અને ફળો તેને લાગે તેમ હતું. અને તે ઊંચી પ્રકારનો દ્રાક્ષાવેલો બની શકે તેમ હતું.’