Ezekiel 18:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે કહો છો "શા માટે પિતાનાં પાપોની શિક્ષા દીકરો ભોગવતો નથી?" જો દીકરાએ નેકીથી તથા પ્રમાણિકપણે મારા નિયમોનું પાલન કર્યું હશે, તે પ્રમાણે કર્યું હશે. તેથી તે નિશ્ચે જીવતો રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે પૂછશો કે, ‘પોતાના પિતાનાં પાપને લીધે પુત્રને કેમ સજા થવી ન જોઈએ?’ તેનો ઉત્તર આ છે: પુત્ર ન્યાય, નીતિ અને સચ્ચાઇથી વર્ત્યો છે. તેણે મારા સર્વ નિયમો નિષ્ઠાથી પાળ્યા છે, તેથી તે નક્કી જીવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે છતાં તમે કહો છો કે, પિતાની દુષ્ટતા નું ફળ દીકરો કેમ ભોગવતો નથી? જો દીકરાએ નીતિથી તથા પ્રામાણિકપણે કામ કર્યુ હશે, ને મારા સર્વ વિધિઓ પાળીને તેમને અમલમાં લાવ્યો હશે, તો તે નક્કી જીવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“છતાં તમે પૂછો છો ‘શા માટે પિતાનાં પાપોની શિક્ષામાં પુત્ર ભાગીદાર નથી?’ પુત્રે જે યોગ્ય છે તે કર્યું છે અને ખૂબ કાળજીપૂર્વક મારા નિયમોનું પાલન કર્યું છે, તેથી તે જરૂર જીવતો રહેશે.