Ezekiel 18:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો ન્યાયી માણસ પોતાની નેકી છોડી દઈને અન્યાય કરે, જે ધિક્કારપાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુસરણ કરે, તો શું તે જીવશે? તેણે કરેલાં નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે પોતે કરેલાં પાપોને લીધે તે મૃત્યુ પામશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો નેક માણસ પોતાની નેકી છોડી દઈને દુષ્ટ કામ કરે, ને જે ધિક્કારપાત્ર કૃત્યો પુષ્ટ માણસ કરે છે તેઓનું અનુકરણ કરે, તો શું તે જીવવા પામશે? તેણે કરેલા નેક કામોમાંનું કોઇ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે જે જે અપરાધ તથા પાપ કર્યા, તે જ અપરાધ તથા પાપને લીધે તે માર્યો જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેમ છતાં જો કોઇ ન્યાયી માણસ પાપી જીવન તરફ પાછો ફરે અને બીજા પાપીઓની જેમ વતેર્ તો શું તે જીવતો રહેશે? ના સાચે જ તે જીવશે નહિ. તેણે કરેલા ભૂતકાળના સર્વ ભલાઇના કાર્યો સંભારવામાં આવશે નહિ. અને તે પોતાના પાપોને કારણે મૃત્યુ પામશે.”