Ezekiel 18:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, પણ દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી હોય; ચોરી થઈ ગયેલું લીધું ન હોય, પણ તેને બદલે ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપ્યું હોય;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈના પર અત્યાચાર કરતો ન હોય, કોઈને ઠગતો ન હોય કે કોઈને લૂંટતો ન હોય, દેવાદારે ગીરો મૂકેલ વસ્તુ તેને પાછી આપતો હોય, જેણે કોઈને લૂંટયો ન હોય, ભૂખ્યાંને ભોજન ને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તે કોઇના પર જુલમ ગુજારતો ન હોય, ચોરી કરતો ન હોય; દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપતો હોય; ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય,