Ezekiel 19:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂર્યો અને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. તેનો અવાજ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને પર્વતોના કિલ્લામાં રાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેને સાંકળોથી બાંધીને પાંજરામાં પૂર્યો અને તેને બેબિલોનના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને કેદમાં પૂરવામાં આવ્યો અને તે પછી ઇઝરાયલના પહાડો પર તેની ગર્જના ફરી ક્યારેય સંભળાઇ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને સાંકળે બાંધીને પાંજરામાં પૂર્યો, ને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. ફરીથી તેનો સાદ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે તે માટે તેઓએ તેને કિલ્લામાં લાવીને [કેદમાં પૂર્યો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂરીને બાબિલના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને જેલમાં પૂરવામાં આવ્યો. જેથી ઇસ્રાએલના પર્વતો પર તેની ગર્જના સંભળાતી બંધ થઇ જાય.