Ezekiel 2:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મને કહ્યું, "હે મનુષ્ય પુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલીઓ પાસે મોકલું છું. તે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તેઓ તેમના પૂર્વજોની જેમ આજદિન સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલી લોકો પાસે, એટલે જે બંડખોર પ્રજાઓએ મારી વિરુદ્ધ બંડ કર્યુ છે તેમની પાસે, મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને ઇસ્રાએલ પાસે, હા, મારી વિરુદ્ધ બંડ કરનાર પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.