Ezekiel 20:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે, હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને કહે; 'પ્રભુ યહોવાહ એવું કહે છે કે: "તારા પૂર્વજોએ મારું અપમાન કરીને અવિશ્વાસુ રહ્યાં છે. તેઓએ આ પ્રમાણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેથી હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને આમ કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પૂર્વજોએ મારી સાથે વિશ્વાસઘાત કરીને મને બીજી રીતે પણ અપમાનિત કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, વળી તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કરીને મારી નિંદા કરી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માટે, હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને કહે; ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમારા પૂર્વજોએ એક બીજી રીતે પણ મારું અપમાન કર્યું છે. તેઓ મારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવળ્યાં છે.