Ezekiel 20:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનોને આ પ્રમાણે કહે: ' પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે મારી સલાહ પૂછવા આવો છો? હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું તમને સલાહ નહિ આપું'" પ્રભુ યહોવાહ એવું કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનો સાથે વાત કરીને તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “શું તમે મારી ઇચ્છા જાણવા આવ્યા છો? હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને કશું પૂછવા દેવાનો નથી. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના વડીલો સાથે વાત કર, અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, શું તમે મારી પાસેથી ખબર કાઢવા આવ્યા છો? તો પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના આગેવાનોને આ પ્રમાણે કહે: ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે મારા મનની વાત જાણવા આવ્યા છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, હું તમને મારા મનની વાત નહિ કહું. આ યહોવા મારા માલિકના વચન છે.’