Ezekiel 20:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો અને તમારાં બાળકોને અગ્નિમાં થઈને ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને અશુદ્ધ કરો છો. તેમ છતાં હે ઇઝરાયલી લોકો, શું હું તમારા પ્રશ્નોના ઉત્તર આપું? હું મારા જીવના સમ ખાઈને કહું છું, હું તમારા પ્રશ્નોના ઉત્તર આપનાર નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તે મૂર્તિઓ આગળ તમારા પૂર્વજો જેવાં જ અર્પણો ચડાવો છો અને તમે તમારાં બાળકોના અગ્નિબલિ ચડાવી પોતાને ભ્રષ્ટ કરો છો. વળી, એવાં કામો કર્યા પછી તમે મારી ઇચ્છા જાણવા મારી પાસે આવો છો! હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને મારા મનની ઇચ્છા જણાવીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો, અને તમારાં છોકરાંને અગ્નિમાં ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને ભ્રષ્ટ કરો છો શું? તેમ છતાં હે ઇઝરાયલ લોકો, શું હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપુ? પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હું તમારા પ્રશ્નોનો ઉત્તર કદી આપીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની આગળ ભેટ ધરાવો છો અને તમારાં બાળકોને અગ્નિમાં હોમો છો, અને છતાં તમે ઇસ્રાએલીઓ મારા મનની વાત જાણવા આવો છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું, આ હું યહોવા તમારો માલિક બોલું છું, કે હું તમને મારા મનની વાત જણાવનાર નથી.