Ezekiel 20:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર લાવીશ, તમે જે દેશોમાં વિખેરાઈ ગયા હતા ત્યાંથી હું તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ. સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમને પ્રજાઓમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ અને ત્યારે હું તમને સુવાસિત અગ્નિબલિની પેઠે સ્વીકારીશ અને પરદેશીઓનાં દેખતાં હું તમારામાં પવિત્ર મનાઇશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તમને [બીજી] પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ.